ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થામાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓએ તથા તાલીમાર્થી બહેનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે મેડીકલ ઓફિસર શ્રી ડો.અફશીનબેન ખેરાણી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મંજુબેન આંબલિયા, વન અધિકારીશ્રી જ્યોતિબેન ખાખસ, પીપાવાવ પોર્ટના એચ.આર બિઝનેસ પાર્ટનર શ્રી કામિનીબેન ગૌર તેમજ જાણીતા વકીલ શ્રી એરિકાબેન વાળાએ પોતાના ક્ષેત્રને લગતું અને બહેનોને જીવનમાં ઉપયોગી થાય તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થામાં સિદ્ધિ મેળવનાર ૦૩ મહિલા કર્મચારીઓ અને ૦૩ તાલીમાર્થી બહેનોને “એપ્રિસિએશન સર્ટીફીકેટ” પણ એનાયત કરવામાં આવ્યા હતા. તમામ મહાનુભાવોનું સ્વાગત સંસ્થાના આચાર્ય શ્રી ડૉ. તેજલબેન ભટ્ટે કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ શ્રી ઋષિતાબેન રામાણીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી શ્રદ્ધાબેન દવે અને શ્રી પ્રીતિબેન નકુમે કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ મહિલા અધિકારી/કર્મચારી અને તાલીમાર્થી બહેનોએ જહેમત ઉઠાવી હતી, તેમ સંસ્થાના આચાર્યશ્રી ડો.ટી.એમ ભટ્ટે એક યાદીમાં જણાવ્યું છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


