Gujarat

કચ્છમાં કેટલીક ગાયોમાં ફરી લમ્પી વાયરસના લક્ષણો દેખાયા

કચ્છ
કચ્છમાં ફરી કેટલીક ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો મળ્યા છે. ભૂજના માધાપર ગામે કેટલીક ગાયોમાં લમ્પી વાયરસ જેવા લક્ષણો સામે આવ્યા છે. ત્યારે આ બાબતની જાણ થતા જ પશુપાલન વિભાગે તેના નમૂના લઈ ભોપાલ પરીક્ષણ માટે મોકલ્યા છે. ૬ જેટલી ગાયોના શરીર પર ગાંઠ જેવુ જાેવા મળી રહ્યુ છે. પશુપાલન વિભાગે આ ચાર ગાયને અલગ રાખી રસીકરણની કામગીરી પણ શરૂ કરી દીધી છે. લમ્પી રોગ એક વાયરલ રોગ છે. આ વાયરસ પોક્સ પરિવારનો છે. લમ્પી રોગ એ મૂળ આફ્રિકન રોગ છે અને મોટાભાગના આફ્રિકન દેશોમાં પ્રચલિત છે. આ રોગ ઝામ્બિયા દેશમાં ઉદ્દભવ્યો હોવાનું માનવામાં આવે છે. લમ્પી ચામડીનો રોગ મુખ્યત્વે ગાયોને અસર કરે છે. દેશી ગાયોની સરખામણીમાં સંકર જાતિની ગાયોમાં લમ્પી રોગને કારણે મૃત્યુદર વધારે છે.આ રોગથી પ્રાણીઓમાં મૃત્યુદર ૧ થી ૫ ટકાની વચ્ચે છે. આ રોગના લક્ષણોમાં તાવ, દૂધ ઓછું થવું, ચામડી પર ગાઠો, નાક અને આંખોમાંથી સ્રાવ વગેરેનો સમાવેશ થાય છે. રોગના ફેલાવાનું મુખ્ય કારણ મચ્છર, માખીઓ અને પરોપજીવીઓ જેવા જીવો છે. વધુમાં, આ રોગ અનુનાસિક સ્ત્રાવ, દૂષિત ખોરાક અને ચેપગ્રસ્ત પ્રાણીઓના પાણી દ્વારા પણ ફેલાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *