Gujarat

કઠલાલમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
રામ નવમી પર્વ નિમિત્તે કઠલાલ નગરમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ.કઠલાલ રામજી મંદિર ખાતેથી પૂજા આરતી કરી આ શોભાયાત્રા ની શરૂઆત કરાઈ હતી.શોભાયાત્રા કઠલાલ મુખ્ય બજાર,પટેલ વાડો,આઝાદ પોળ,સતી પીપળી,નળાનો ઢાળ,મૂખીની ખડકી,ભાવસાર વાડ સહિતના સમગ્ર વિસ્તારમાં ફરી હતી.આ શોભાયાત્રામાં રામાયણના પાત્રો લ,રામજી નો રથ તેમજ ડીજેના સાથે ખૂબ જ મોટી સંખ્યામાં કઠલાલ શહેર અને તાલુકા માંથી રામ ભક્તો જોડાયા હતા.સમગ્ર નગરમાં ઠંડા પીણા,શરબત જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.દરેક જગ્યાએ શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી.ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા.પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

FB_IMG_1680170991642.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *