પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ રાત્રી એ કઠલાલ નજદીક ઇન્દોર- અમદાવાદ હાઇવે પર આવેલ ઓવરબ્રિજ પાસે લાડવેલ થી અમદાવાદ તરફ જતા એક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી.જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી હાલ તો આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
પરંતુ ટ્રક સળગી ઉઠવાની માહિતી મળતા આસપાસ ના સ્થાનિકો તેમજ નગરપાલિકા સ્ટાફ સહિત કઠલાલ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી તેમજ ફાયરબ્રિગેડ ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરાઇ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
રિપોર્ટર.મકસુદ કારીગર.ખેડા-કઠલાલ


