કઠલાલ કેસર પ્લાઝા ખાતે હીયાન આંખની હોસ્પિટલમાં વિનામૂલ્યે ૬૦ની આસપાસ દર્દીઓને ચેકઅપ કરવામાં આવ્યું હતું.૮ જેટલા દર્દીઓને છારી કાઢવા માટે સલાહ આપવામાં આવી હતી.
જેમાં ચેકઅપ દરમિયાન ૧૨ દર્દીઓને આંખનો મોતિયો તથા વેલના ઓપરેશન કરાવવા જણાવ્યું હતું સાથેસાથે બીપી અને બ્લડ સુગર પણ ચેક કરવામાં આવ્યું હતું.તપાસનો પણ દર્દીઓએ લાભ લીધો હતો અને આંખની તપાસ દરમિયાન ૨૦ દર્દીઓને ચશ્માં આપવામાં આવ્યા હતા તેમજ ફ્રી માં દવા આપવામાં આવી હતી. આમ સવાર થી સાંજ સુધીમાં હિયાન આંખની હોસ્પિટલમાં આંખના દર્દીઓ માટે ડો. હેતલ. એ. પટેલ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


