Gujarat

કઠલાલ ના ભરકુંડા ગામે છ દિવસ થી કુવામાં પડેલ શ્વાન રેસ્ક્યું કરી બચાવાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ના ભરકુંડા ગામે ૫ ગલૂડિયાં ને જન્મ આપ્યાં બાદ ગલુડિયા ની માતા ભૂલ થી ૬ દિવસથી કૂવામાં પડી ગયેલ હતી. કૂવામાં માં પડી ગયેલ  (શ્વાન)કૂતરી માટે જય ભગવાન માનવસેવા જીવદયા ગ્રુપ ને ફોન પર જાણ કરવામાં આવતા દયા ફાઉન્ડેશન કરમસદ સહયોગ થી વોલંટીયર અંકિતભાઈ,સરપંચ અભ્રીપુર તખ્તસિંહ ડાભી,રવિભાઈ સોલંકી ફોરેસ્ટ કઠલાલ તેમજ કિરણભાઇ શર્મા દ્વારા રેસ્ક્યું કરી કૂતરી ને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.તેમજ છ દિવસ બાદ કૂવામાં થી બહાર કાઢ્યા બાદ તેની યોગ્ય સારવાર કરાયાં બાદ તેના ગલુડિયા પાસે હેમખેમ છોડી દીધી હતી. જીવદયા પ્રેમીઓ દ્વારા ગલુડિયા ની માતા નો જીવ બચાવવા બદલ જાણે ગલુડિયા પણ તેઓનો આભાર વ્યક્ત કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

IMG-20230114-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *