Gujarat

કઠલાલ ના લાડવેલ ચોકડી થી રૂ.૮૮.૮૦૦ નો વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
પ્રાપ્ત માહિતી અનુસાર કઠલાલ પોલીસ દ્વારા કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી પાસે થી એક ઈસમ ને રાજસ્થાન થી અમદાવાદ કાર માં લઇ જતા વિદેશી દારૂ  સાથે ઝડપી પાડ્યો છે.
 કઠલાલ પોલીસ ને પેટ્રોલીંગ દરમિયાન લાડવેલ ચોકડી કપડવંજ થી નડીયાદ જવાના રોડની ઉપર એક ફોર્ડ કમ્પનીની ઇકોસ્પોર્ટ ટીટાનીયમ ગાડી નંબર – GJ-01 RK-3431ની અંદર ભરેલ ૮ (આઠ) પુંઠાની પેટીઓમાં ૩૮૪ નંગ કવોટરો જે એક કવોટરની કિ.રૂ.૧૦૦/- લેખે ૩૮૪ નંગ કવોટરની કિ.રૂ.૩૮,૪૦૦/-ની તથા ૨૧ (એકવીસ) પુઠાની પેટીઓમાં ૫૦૪ બીયરના ટીન કિ.રૂ.૫૦,૪૦૦ા- મળી કુલ્લે કિં.રૂ. ૮૮,૮૦૦/-નો પ્રોહી મુદામાલ તથા ફોર્ડ કમ્પીની ઇકોસ્પોર્ટ ટીટાનીયમ ગાડીની કિં.૩,૩,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩,૮૮,૮૦૦ની સાથે આરોપી – પ્રતાપસીંગ મોહનસીંગ ચૌહાણ મુળ રહે.સુકેર તા સુપુર જી.ઉદેપુર હાલ રહે.અમદાવાદનને પ્રોહી મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
કઠલાલ પોલીસ દ્વારા ઝડપી પાડેલ ઇસમને પકડાયેલ મુદામાલ બાબતે પુછ પરછ કરતાં રાજસ્થાનથી ભરી લાવી જગદિશભાઇ ઉર્ફે પપ્પુ કલાલ (પટેલ) મુળ રહે.દેગામડા શામળાજી , જી.ભિલોડા હાલ રહે.અમદાવાદ  મંગાવેલ હોવાનું જાણવા  મળેલ છે
સમગ્ર મામલે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

IMG-20230216-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *