મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ નગર માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શિવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા.કઠલાલ ના સમસ્ત સમાજના ભાઈઓ બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.કઠલાલ કુબેરજી મહાદેવ મંદિર ખાતેથી ભગવાન ભોલેનાથ ની પાલખી યાત્રા પટેલવાડ,આઝાદપોળ,સતિપીપડી, નળા નો ઢાળ,મુખી ખડકી,ચોકસી બજાર,ભાવસાર વાડ સહિત સમગ્ર કઠલાલ નગરમાં ફરી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો પાલખીયાત્રામાં જોડાયા હતા.મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શંકર પાર્વતી વિવાહ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. તેમજ કઠલાલ તાલુકાના પોરડા ફાગવેલ,છીપડી,લાડવેલ,બગડોલ, લસુન્દ્રા સહિતના તમામ ગામોમાં વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી અને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહાદેવ મંદિરોમાં શોભાયાત્રા અને મહા આરતી સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રી પર્વને લઈ સમસ્ત કઠલાલ નગર અને તાલુકો શિવરંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો.ઢોલ નગારા અને ડીજે સાથે ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાઓ યોજવામાં આવી હતી.


