મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ શેઠ એમ આર હાઇસ્કુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા ની શરૂઆત કરવામાં આવી
ખેડા જિલ્લા સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે સાંસદ ખેલ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી.આ સ્પર્ધામાં કઠલાલ અને મહુધા ના રમતવીરો એ ભાગ લીધો છે.તેમ જ સ્પર્ધામાં ખોખો, કબ્બડી,રસ્સા ખેંચ,વોલીબોલ,કોઠડા દોડ સહિતની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.સ્પર્ધામાં ભાગ લેનાર રમતવીરોને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવશે.તેમજ દરેક રમતમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર રમતવીરોને જિલ્લામાં સ્પર્ધાઓમાં રમવા માટે મોકલવામાં આવશે.આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, રાજેશભાઈ પટેલ,બીપીનભાઈ પટેલ, શીતલબેન ભટ્ટ,રમીલાબેન થોરી,હર્ષદભાઈ પટેલ,મિતેશ શાહ સહિત કઠલાલ શહેર અને તાલુકાના યુવા ભાજપ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો ,કાર્યકરો તેમજ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.


