મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કોરોનાકાળ બાદ જ્યારે ઉત્તરાયણ આવી છે અને આ વખતે માફસર નો પવન પતંગ રસિકો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ ઉપરાંત વાસી ઉત્તરાયણને દિવસે પણ રવિવાર હોવાથી બે દિવસની રજા હોવાથી બે દિવસ પતંગોત્સવ ધામધૂમથી ઉજવામાં આવ્યો હતો.
પતંગ રસિયાઓ બે દિવસ ધાબાઓ પર મ્યુઝિક અને ડીજે સિસ્ટમોના તાલે જુમી ઊઠ્યા હતા. અને આકાશ પતંગોથી છવાયેલું જોવા મળી રહ્યું હતું. જો કે આ વખતર તો ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ એટલે શુક્રવારે સાંજે પતંગ આકાશે ચકવા માંડી હતી. તેના પરથી અંદાજ આવી ગયો કે અગામી બે દિવસ સુધી ઉત્તરાયણ પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી.
દરમિયાન પતંગ બજારમાં પણ મંદીના માહોલ વચ્ચે શ છેલ્લી ઘડીએ પતંગ ખરીદનારાઓની ભીડ ઉમટી પડતા શુક્રવારે સાંજે કઠલાલ બજાર સહિત કઠલાલ ચોકડી વિસ્તારમાં અન્ય વિસ્તારોમાં નવા ઉભા થયેલા પતંગ બજારોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. બજારમાં તો સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
પતંગોની સાથે સાથે ટોપી, ગોગલ્સ જેવી વસ્તુઓની પણ લોકોએ ખરીદી કરી હતી. દર વર્ષની જેમ મધરાત સુધી બજારમાં પતંગો ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયું,જલેબી,ફાફડા, તલ-સિંગની ચીકી સહીતના વેચાણ માં પણ ભારે ભીડ જોવા મળી હતી.

