મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ માં આવેલ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા કાશ્મીરનો 15 દિવસ નો પ્રવાસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં 40 જેટલા વ્યક્તિઓએ ભાગ લીધો હતો તેઓએ કઠલાલ થી લઇ જમ્મુ -કાશ્મીર/વૈષ્ણોદેવી/ અમૃતસર વગેરે જગ્યાઓએ ફરી અને આનંદ મેળવ્યો હતો જેઓ એ કાશ્મીરના લાલ ચોકમાં જઈ ધ્વજ ફરકાવી અને આનંદ માણ્યો હતો આ ઉપરાંત અટારી બોર્ડરે જય સીઆરપીએફના જવાનો સાથે ફોટોગ્રાફ્સ લઈ જય હિન્દ ના નારા સાથે સમય વિતાવ્યો હતો આ ઉપરાંત વૈષ્ણોદેવી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આમ સતત 15 દિવસ ના પ્રવાસ દરમિયાન જુદી જુદી જગ્યાઓના અનુભવો લઇ તેઓના ઉત્સાહમાં ખૂબ વધારો થયો હતો ઢળતી ઉંમરે પણ બરફીલા વાતાવરણ ની અંદર એક અનેરો આનંદ મેળવવાની મોજ તેઓએ માણી હતી પ્રવાસના ઓર્ગેનાઇઝર બીપીનભાઈ પટેલ અને આર જે પટેલ ના જણાવ્યા અનુસાર કાશ્મીરી ભાઈઓનો તેઓને ખૂબ જ સહકાર મળ્યો હતો તેમ જ બધી જ રીતે તેઓ સિનિયર સિટીઝનના મિત્રોને સહકારરૂપ થયા હતા પ્રવાસ દરમિયાન કોઈપણ વ્યક્તિની તબિયત બગડી ન હતી અને સંપૂર્ણ શાંતિથી પ્રવાસ યોજવામાં આવ્યો હતો


