Gujarat

કપડવંજ તાલુકાના ધોળાકુવા ખાતે “સ્માર્ટ ક્લાસ”નું ઉદધાટન કરવામાં આવ્યું.

મકસુદ કારીગર, કઠલાલ
કપડવંજ તાલુકાના ધોળાકુવા પ્રાથમિક શાળા ખાતે દ્રશ્ય શ્રાવ્ય સાધન દ્વારા ટેકનોલોજીના માધ્યમ થી બાળકોને શિક્ષણ આપતા ” સ્માર્ટ ક્લાસ”નું ઉદધાટન કપડવંજ તાલુકા પંચાયત અને સંગઠનના પૂર્વ પ્રમુખશ્રી મૂળરાજસિંહ સોલંકી અને ધોળાકુવા સરપંચશ્રી રણજીતસિંહ ઝાલા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.
 અત્રે ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ ક્લાસએ ટેકનોલોજીના માધ્યમથી દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો દ્વારા સરળતાથી બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ અને જ્ઞાન આપવાની દિશામાં ગુજરાત સરકારની એક આગવી પહેલ છે. જે શિક્ષકો અને બાળકો બન્ને માટે ખૂબ જ ઉપયોગી અને ફળદાયી છે. જેમાં ટેકનોલોજી થકી શિક્ષક સરળતાથી વિદ્યાર્થીઓને દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન અને શિક્ષણ આપતા હોય છે. જે બાળકોને સરળતાથી યાદ રહે છે.
ધોળાકુવા પ્રાથમિક શાળા ખાતે સ્માર્ટ ક્લાસના ઉદધાટન પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ તથા શાળા પરિવારના સર્વે શિક્ષક ગણ, ગ્રામ પંચાયતના સરપંચ સર્વે સદસ્યો, આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230428-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *