Gujarat

કપડવંજ તાલુકાના પથોડા ગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના પથોડા ગામમાં દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સેક્રેટરી  હર્ષદભાઈ કનુભાઈ પરમાર અને ચેરમેન અમૃતભાઈ પરમાર અને સી.આર.પરીખ બ્લડ બેંક કપડવંજ ( ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કપડવંજ) ના સહયોગથી રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પથોડા ગામના યુવાનો દ્વારા સ્વૈચ્છિક રકતદાન થકી (૧૯) બોટલ એકત્રિત કરવામાં આવી.તમામ રક્તદાતાઓ ને અમૂલ ડેરી આણંદ તરફથી શુભેચ્છા ગિફ્ટ આપવા આવી હતી.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બ્લડ સેન્ટર ના મેડિકલ ઓફિસર ડો.મનુભાઈ ગઢવી,સ્ટાફ નર્સ ચૈતાલી કાપટેલ,કૈલાશબેન શર્મા,બ્લડ ડોનેશન કોઓર્ડીનેટર ચિરાગભાઈ પરમાર,વસંતભાઈ ભટ્ટ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

IMG-20230528-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *