ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભીની અધ્યક્ષતામાં કપડવંજ સર્કિટ હાઉસ ખાતે કપડવંજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ હતી.
જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષની ઉપલબ્ધિઓને સંપર્કથી સમર્થન મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત જનજન સુધી પહોંચાડવા જિલ્લા પ્રમુખ કિરણસિંહ ડાભી દ્વારા માર્ગદર્શન આપી આગામી કાર્યક્રમો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સર્કિટ હાઉસ કપડવંજ ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા ઉપપ્રમુખશ્રી બંસીલાલ પ્રજાપતિ, જિલ્લા કોષાધ્યક્ષ રાજેશભાઈ શર્મા, જિલ્લા મંત્રી રાજેશભાઈ બારોટ, ખેડા જિલ્લા ભાજપ સંગઠન મંત્રી ધૂળસિંહ સોલંકી, કપડવંજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ગણપતસિંહ રાઠોડ, કપડવંજ તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, કપડવંજ
તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી જીતુભાઈ પટેલ, મહામંત્રી જે.કે.પરમાર ઉપરાંત બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદારો તેમજ પદધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


