Gujarat

કમુરર્તા ઉતર્યા, હવે હોળાષ્ટક સુધી કુલ ૧૩  લગ્નમુહૂર્ત છે. જેથી લગ્નસરાની  ધૂમ જોવા મળશે. ૧૪ જાન્‍યુઆરીના શુક્રવારે મોડી સાંજે ૮.૪૬ વાગ્‍યે સુર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે ધનારક તો પૂર્ણ થયાં .હવે હોળાષ્ટક સુધી કુલ ૧૩ લગ્ન મૂહૂર્ત છે. શહેરની બઝારમાં ફર્નિચર, ગારમેન્ટ, કાપડ, સોના ચાંદી, કરિયાણાની દુકાનોમાં ઘરાકી જોવા મળી. બેન્ડવાળા, કેટરર્સ, મંડપ સાઉન્ડ સિસ્ટમ, બ્યૂટી પાર્લર, ફૂલહાર વગેરે વ્યવસાયોમાં તેજીનો માહોલ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ઉત્તરાયણના પર્વની  સાવરકુંડલાના શહેરીજનોએ રંગે ચંગે ઉજવણી કરી. કમુરતા પૂર્ણ થયાં હવે શરૂ થયો શુભ પ્રસંગોની દોર. ક્યાંક ઉદ્ઘાટન તો વળી કોઈ સ્થળે ઢોલ ઢબુકવાનો પ્રારંભ રંગે ચંગે સાજન માજનની સાક્ષીએ રૂડાં માંડવડા રોપાશે અને લગ્નના મંગલ ગીતો, ફટાણા અને દાંડિયા રાસની રમઝટ બોલાવવાની શરૂઆત થઈ . હા, આ સમય દરમિયાન ગોર મહારાજની ડિમાન્ડ ખૂબ વધતી જોવા મળે છે. કન્યા પધરાવો સાવધાનના સૂત્ર સાથે સપ્તપદીના મંગળ ફેરા લેવાશે . હા, હવે હુતાસણી (હોળાષ્ટક) પર્વ સુધી આમ જ શુભ અને માંગલિક પ્રસંગોની વણઝાર જોવા મળશે. આમ હવે ફાગણ માસના હોળાષ્ટક સુધી શરૂ રહેશે લગ્નોની વણઝાર હવે આમ જ તેજ રફતારથી ચાલશે. આમ એક મહિનાની મંદી બાદ હવે લગ્નસરાની મોસમ ખિલતાં તમામ ધંધાઓમાં તેજી જોવા મળી. આ લગ્નસરાની મોસમમાં હોળાષ્ટક સુધી કુલ તેર લગ્નના મૂહૂર્ત છે. જેમાં એક મૂહૂર્ત તો તારીખ ૧૮ જાન્યુઆરી પોષ વદ અગિયારસનું વિતી પણ ગયું હવે હોળાષ્ટક સુધીના બાર લગ્ન મૂહૂર્ત હોવાથી આ માઘ માસ લગ્નસરાથી ભરપૂર રહેશે.

IMG-20230118-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *