મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
અમરેલી ના કે.કે.પારેખ અને મહેતા આર.પી વિદ્યાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા માં જવાહર નવોદય વિદ્યાલય, કઠલાલ જિલ્લા ખેડા ધોરણ ૬ ની વિદ્યાર્થીની આયલ ગઢવી એ ૬ થી ૧૪ વયજુથ ના દુહા છંદ ચોપાઈ માં સમગ્ર ગુજરાત રાજ્ય માં પ્રથમ સ્થાન મેળવ્યું છે.જ્યારે આ અગાઉ પણ આયલ ગઢવી એ સેન્ટ્રલ ઝોન કલા મહાકુંભમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ શાળા પરિવાર અને સમગ્ર ખેડા જિલ્લો ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.તે બદલ શાળાના આચાર્ય અનિલ કાંબલે તથા શાળા પરિવાર તરફથી આયલ ગઢવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.


