જિલ્લા કલેકટરશ્રી ડૉ. સૌરભ પારઘીએ આજે રોજ જામનગર જિલ્લા જેલની મુલાકાત લીધી હતી.
કલેકટરશ્રીએ જેલના રજીસ્ટરની તપાસણી કરી કામગીરી વિષે માહિતી મેળવી હતી. તેમજ સ્ટાફ અંગેની વિગતો મેળવી હતી.
ઉપરાંત કાચાકામના કેદી, પાકા કામના કેદી, અન્ય જિલ્લાઓમાંથી પાસા હેઠળ આવેલા કેદીઓની વિગતો મેળવી હતી. બાદમાં
જેલના ૧થી ૭ યાર્ડની તેમજ મહિલા વિભાગની મુલાકાત લઈ કેદીઓ સાથે પણ વાતચીત કરી હતી.ત્યારબાદ જેલમાં કાર્યરત
લૉન્ડ્રી વિભાગ, રસોડાની તેમજ દવાખાનાની પણ મુલાકાત લીધી હતી. કલેકટરશ્રીએ જેલના વડાઓને પણ સૂચનો આપી
કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે દિશામાં કામગીરી કરવા માટે તેમજ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારે કામગીરી કરવા
સૂચનો કર્યા હતા. કલેકટરશ્રીની જેલની આ મુલાકાત દરમિયાન તેમની સાથે અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર, જિલ્લા
જેલના પોલીસવડા તેમજ સ્ટાફ સાથે રહ્યા હતા.


