Gujarat

કલેકટર શ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં તા.૨૫/૦૫/૨૦૨૨ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

કલેકટર શ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં તા.૨૫/૦૫/૨૦૨૨ના
રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦/૦૫/૨૦૨૩ સુધીમાં
કલેકટર કચેરી ખાતે અરજી કરવાની રહેશે

ગુજરાત સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવા૨ણ કાર્યક્રમ તા.૨૫/૦૫/૨૦૨૩ ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કલેકટરશ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાશે.
અરજદારે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજીઓ તા.૧૦/૦૫/૨૦૨૩ સુધીમાં કલેક્ટર કચેરી ખાતે ત્રણ નકલમાં, સુવાચ્ય અક્ષરોમાં, એ/૪ કાગળ ઉપર કરવાની રહેશે. તા.૧૦/૦૫/૨૦૨૩ પછીથી મળેલ અરજીઓ આ મહીનાના સ્વાગત નિવા૨ણ કાર્યક્રમમાં લેવામાં આવશે નહિ. અરજદારે પ્રશ્નની રજુઆત સંબંધિત કચેરીને કરેલ હોવી જોઈએ તેમજ પ્રશ્નની રજુઆત સંબંધિત તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરેલ હોવી જોઈએ અને જો ત્યાંથી પડતર હોય તેવા પ્રશ્ન તેમજ જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય, તેવી આધાર – પુરાવા સહિત કરેલ રજુઆત જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અરજદારનો પોતાનો પ્રશ્ન હોવો જોઈએ. બીજાનાં પ્રશ્ન રજુ કરી શકશે નહી. તેમજ એક જ વિષયની એક જ અરજી સ્વીકારવામાં આવશે. અરજદારે અરજીના મથાળે “ જિલ્લા સ્વાગત કાર્યક્રમ” ખાસ લખવાનું રહેશે.
સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈપણ અરજદાર એકથી વધુ પ્રશ્નો પુછી શકશે નહી. તેમજ અરજદારે પોતાનું પુરૂ નામ, સરનામું. મોબાઈલ નંબર ખાસ દર્શાવી સહી સાથે અરજી કરવાની શકશે. નામ, સરનામાં તથા સહી વગરની તેમજ વ્યકિતગત આક્ષેપો વાળી અરજી તથા પોસ્ટ કાર્ડ કે આંતરદેશીય પત્રો વિગેરે પર કરેલ અરજીઓનો સમાવેશ આ કાર્યક્રમમાં કરવામાં આવશે નહી.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટ૨, સ્ટે. (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી. જેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *