Gujarat

કલેકટર શ્રી રચિત રાજને પરસ્પર સમજૂતીથી લેન્ડ ગ્રેબીંગના વધુ ત્રણ કેસો ઉકેલવામાં સફળતા   

કલેકટર શ્રી રચિત રાજને લેન્ડ ગ્રેબિંગના વધુ ત્રણ કેસો ઉકેલવામાં સફળતા મળી છે. આ પૂર્વે પણ ડિસેમ્બર માસમાં ત્રણ લેન્ડ ગ્રેબિંગના કેસોનું હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.

   કલેકટરશ્રીએ અરજદાર અને પ્રતિવાદી વચ્ચે સંવાદ સાધી અને શાંતિપૂર્ણ રીતે આ મામલાઓનો ઉકેલ લાવવા માટે સમજુત કર્યા હતા. આ કેસોમાં જમીન પચાવી લેનાર શાંતિપૂર્ણ અને સીધો કબજો સોંપવા માટે સંમત થયા હતા. ઉપરાંત પ્રતિવાદીએ અતિક્રમણને દૂર કરવા માટે લેખિત બાંહેધરી પણ આપી હતી.

   આમ, જાન્યુઆરી માસમાં ત્રણ કેસોના સફળતાપૂર્વક હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે. આ માટે જમીનના નકશાના પણ તાત્કાલિક ઓર્ડર જારી કરી દેવામાં આવ્યો છે.

   કલેકટર શ્રી રચિત રાજ જુદા-જુદા કેસોમાં પરસ્પર સમજણ અને સમાધાન દ્વારા વિવાદનું નિરાકરણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *