Gujarat

કવાંટ તાલુકા ના ગોઝારીયા ગામે પાવીજેતપુર ના ધારાસભ્ય ના પ્રતીક ધરણાં ની અસર બાળકો ને પીવાના પાણી ની વ્યવસ્થા થઈ જતા અનેરી ખુશી જોવા મળી 

કવાંટ તાલુકા મા આવેલ ગોઝારીયા મોડેલ શાળા માં લગભગ 2300 જેટલા બાળકો અભ્યાસ કરે છે .પરંતુ જે બાળકો રહી ને અભ્યાસ કરી રહ્યા છે તે બાળકો સુવિધા ના અભાવે પીડાઈ રહ્યા છે.  ખાસ કરી ને ભોજન અને પીવા ના પાણી ની સમસ્યા ખાસ  આ શાળા માં જોવાઇ રહી છે . ભોજનાલય માં ચારો તરફ ગંદકી ના ઠેર છે તો ભોજન બાળકો ને ગુણવત્તા યુકત નથી મળી રહ્યું . આ તમામ બાબત ની જાણકારી  પાવીજેતપુર વિધાન સભા ના ધારાસભ્ય ને થતા તેમને ઓચિંતી મુલાકાત  શાળા ની લીધી જ્યા ચોંકાવનારા દૃશ્યો સામે આવતા જ ધારાસભ્ય ને ગોઝારીયા સ્કૂલ ના હોદ્દેદારો પર ગિન્નાયા હતા . અને સ્કૂલ નાં પરિસર માં પ્રતીક ઘરના કરી ને બેસી ગયા હતા .જેની જાણ થતાં લાગતા વળગતા અધિકારી ઓ દોડી આવ્યા હતા .
નવાઈ ની વાત એ છે કે સ્કૂલ થી 500 મીટર ના અંતરેજ  આવેલ પાણી નો ટાંકો જે પાણી વગર ખાલી રહેતો હતો . તે પાણી ના ટાંકા માં પાણી લાવવા ના પ્રયાસો  ધારાસભ્ય ના ધરણાં બાદ પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવા મા આવ્યા  .તાત્કાલિક દોડી આવેલા  પાણી પુરવઠા વિભાગ ના અધિકારી ને પણ આડેહાથ લીધા  હતા .અને તાત્કાલિક બાળકો ને પીવા નું પાણી મળે તે માટે ના આદેશ  પણ કરવા માં આવ્યા . અધિકારી ઓ એ   યુદ્ધ ના ધોરણે કામગીરી શરૂ  કરવા માં આવી અને પરિણામ એ આવ્યું કે સ્કૂલ સુધી પાણી પહોંચી ગયું . 2015 ના સમય થી જે બાળકો પીવા ના પાણી ની તકલીફ પડતી હતી તે દૂર થતા બાળકો મા અનેરી ખુશી જોવા મળી
 સ્કૂલ મા અભ્યાસ કરતા બાળકો ટેન્કર માંથી પાણી લઈ ત્રીજા મજલે પાણી ડોલ વડે લઈ જતા હતા કેટલીક વાર પડી જવા ના બનાવો બન્યા હોવા નું બાળકો જણાવી રહ્યા છે જે ખૂબ મોટી સમસ્યા વિદ્યાર્થીઓ માટે હતી જે સમસ્યા નું નિવારણ ધારાસભ્ય દ્વારા લાવી દેવા મા આવતા બાળકો આભાર માની રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230210_183149.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *