Gujarat

કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં કામે છેલ્લા બે વર્ષથી નાશતા ફરતા આરોપીને પકડી પાડતી કવાંટ પોલીસ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓ તથા સર્કલ પો.ઇન્સ વિ.એસ.ગાવિત છોટાઉદેપુર સર્કલ ના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ હતી, જે અનુસંધાને પો.સ.ઇ. સી.એમ.ગામીત કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ પોસ્ટમાં નોંધાયેલ ગુનાના નાશતા ફરતા/લાલ શાહીમાં બતાવેલ આરોપીઓને પકડી પાડવા સારૂ અલગ અલગ ટીમો બનાવેલ હતી તેમજ અંગત બાતમી દારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઇ.સી.એમ.ગામીત નાઓને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે આધારભુત માહિતિ મેળવેલ કે ક્વાંટ પોલીસ સ્ટેશન પાર્ટ C ગુ.ર.નં. 11184006210243/2021 પ્રોહી કલમ ૬૫એઇ, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના કામે છેલ્લા બે વર્ષથી નાશતો ફરતો આરોપી નામે દિનેશભાઈ ઉર્ફે રીનેશ માવસીંગભાઈ ડું.ભીલ રહે. રામાપલસાદી નિશાળ ફળીયુ તા. નસવાડી જિલ્લો છોટાઉદેપુર નાઓ પોતાના ધરે હાજર આવેલ હોવાની હકીકત મળતા પો.સ.ઇ સી.એમ.ગામીત નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે સદરી ઇસમના ધરે જઈ તપાસ કરતા આરોપી દિનેશભાઇ ઉર્ફે રીનેશ માવસીંગભાઇ ડું.ભીલ ઉવ. ૨૫ રહે. રામાપલસાદી નિશાળ ફળીયુ તા. નસવાડી જિલ્લો છોટાઉદેપુર નાઓ હાજર મળી આવતા તેને પકડી પાડી સદરી વિરૂધ્ધમાં કાયદેસર કરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાનાકામે છેલ્લા બે વર્ષથી પોતાની ઘરપકડ ટાળી નાસતો ફરતો આરોપીને પકડી પાડવામાં કવાંટ પોલીસને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230331_151423.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *