Gujarat

કવિશ્રી ‘દાદ’ સરકારી વિનયન અને વાણીજય કોલેજમાં પૂ. મોરારીબાપુની અધ્યક્ષતામાં લોકડાયરમાં દુહા-છંદની રમઝટ બોલશે

રાજકોટ-જામનગર હાઇવે ઉપર આવેલા રાજકોટ જીલ્લાના પડધરી ખાતે તા. ૩૦ એપ્રિલને રવિવારે ૭-૩૦ વાગ્યાથી કવિ શ્રી “દાદ” સરકારી વિનયન અને વાણીજય કોલેજ,રાજકોટ રોડ, પડધરી ખાતે ‘‘પદ્મશ્રી’’ કવિ ‘‘દાદ’’ બાપુની સ્મૃતિમાં શબદ સંભારણા, તથા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે.
આ તકે પૂ. મોરારીબાપુ, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા, રાજયમંત્રી મુળુભાઇ બેરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધારાસભ્યો અર્જુનસિંહ ચૌહાણ, સંજયભાઇ કોરડીયા, દુર્લભજીભાઇ દેથરીયા, જયરાજસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે.
જયારે પડધરી કોલેજ પરિસરમાં “પદ્મશ્રી’ કવિ ‘‘દાદ’’ બાપુની પ્રતિમાનું અનાવરણ તથા પદ્મશ્રી કવિ “દાદ‘સ્મૃતિદિર્ધા” પ્રદર્શનગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી,
પદ્મશ્રી શાહબુદીન રાઠોડ, બિહારી હેમુ ગઢવી, કીર્તિદાન ગઢવી, ધીરૂભાઇ સરવૈયા, રાજભા ગઢવી, હરેશ ગઢવી, દેવરાજ ગઢવી, અનુભા ગઢવી, પ્રદીપ ગઢવી, રાજુભાઇ ગઢવી, હરેશ સુરૂ, રાજુભાઇ ઇશરાણી તથા કવિશ્રી દાદના સુપુત્ર જીતુદાદ ગઢવી કવિ દાદના કાવ્યો થકી લોકડાયરો સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
ઉપસ્થિત રહેવા કવિ “દાદ’ બાપુ પરિવાર શ્રી રાજેન્દ્ર હેમુગઢવી, વિષ્ણુ ‘‘દાદ’’ગઢવી મહેશ ‘‘દાદ’ ગઢવી, જીતુ ‘‘દાદ ’’ ગઢવી, મહેન્દ્ર માનભા ગઢવી, પ્રદ્યુમનસિંહ ગુલાબસિંહગઢવી જયદીપ જગદીશદાન ગઢવી તથા યોગીરાજસિંહ નારસિંહજી પઢિયાર- | જુનાગઢ, અનીલ હેમુ ગઢવી- ટ્રસ્ટી, હેમુ ગઢવી સ્મૃતિ સંસ્થાપન, રાજકોટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટર – નિખીલ ભોજાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *