સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સ્પીડબ્રેકર કામ કરાવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા..
———————————————————————
અપ્રોચ રોડ તેમજ ચાર રસ્તા સર્કલ પર બે દિવસ પહેલા થયેલ અકસ્માતની સાવરકુંડલા ધારાસભ્યને જાણ થતાંની સાથે જ આજે જ બાયપાસ રૂબરૂ સ્થળ તપાસ કરી સ્પીડ બ્રેકર કામ પૂર્ણ કરાવેલ. અમરેલી પીપાવાવ સ્ટેટ હાઇવે સાવરકુંડલા બાયપાસ રોડ શરૂ થવાની સાથે જ સાવરકુંડલા શહેરના લોકોનો ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન કાયમી હલ થયેલ છે. લોકોને ખાસ વિશેષ સુવિધા પ્રાપ્ત થયેલ છે.તે બાયપાસ રોડ ઉપર ચાલતા વાહનો ચાર રસ્તા પર ફુલ સ્પીડથી ચાલતા હોય જેના કારણે અકસ્માતના સમાચાર મળેલ તે મુજબ સાવરકુંડલા અમરેલી રોડ પર આવેલ સર્કલ તેમ જ સાવરકુંડલા જેસર રોડ ઉપર આવેલ સર્કલ લીલીયા ગારિયાધાર એપ્રોચ રોડ પર બે દિવસ પહેલા બનેલ અકસ્માતની ઘટના જાણ થતા જ આજરોજ ધારાસભ્ય શ્રી દ્વારા માર્ગ મકાન વિભાગ અધિકારીઓ સાથે તાત્કાલિક ધોરણે સર્કલ પર તેમજ એપ્રોચ રોડ પર સ્પીડબેકરની કામગીરી કરાવેલ છે. જેથી કરી હવે કોઈ અકસ્માતનો ભય ન રહે અને વાહન ચાલકો પોતાના વાહનોને ચાર રસ્તા પર સ્પીડ ધીમી કરી વાહનો ચલાવે તેવી તાત્કાલિક વ્યવસ્થા આજરોજ કરવામાં આવેલ છે. હરેશભાઈ બોરીસાગર યાદીમાં જણાવવા આવેલ છે.