Gujarat

કાલાવડમાં ખેડૂતનું માનસિક અને શારીરિક ટોર્ચરિંગ કરવાનો પોલીસ પર આક્ષેપ

જામનગર
જામનગરના કાલાવડમાં ખાખી પર બર્બરતાનો આરોપ લાગ્યો છે. અને ખાખીની બર્બરતાનો શિકાર બન્યો છે. જામનગરના કાલાવડના ખેડૂતે પોલીસકર્મીઓ પર બર્બરતા આચરવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતનો આરોપ છે કે જેટકોએ પોલીસને રૂપિયા આપીને તેના પર હિચકારો હુમલો કરાવ્યો છે. એટલું જ નહીં ખેડૂતને માનસિક અને શારીરિક ટોર્ચર કર્યાનો પણ આરોપ લાગ્યો છે. પોલીસની બર્બરતા એટલી ભયાનક હતી કે ખેડૂતને મોઢા અને પગમાં ફ્રેક્ચર થયું છે. ગંભીર ઇજાગ્રસ્ત ખેડૂત હાલ જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વપૂર્ણ છે કે જેટકો દ્વારા ખેતરમાં થાંભલા નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનો વિરોધ કરવાના બદલામાં ખેડૂતને સજા મળી છે. ખેડૂતે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે. જેમાં ૮ પોલીસકર્મીઓએ માર માર્યાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતના આરોપ બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *