પવિત્ર રમઝાન માસ મા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદા ની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયા માં અમન અને શાંતિ માટે દુઆ ગુજારતા નજરે પડે છે
પવિત્ર રમઝાન મહિનો સારું થઈ ગયો છે અને શરૂઆતમાં પહેલા રોજામાં જ રોજા રાખીને અલ્લાહની મદદ કરતા નાના બાળકો જોવા મળી રહ્યા છે ત્યારે બોડેલી નાં મુસ્લિમ બિરાદરો કાળઝાળ ગરમીમાં પણ રોઝા રાખીને ધાર્મિક ભાવના વધુ મજબૂત બનાવી રહ્યા છે સાથેસાથે બોડેલી નાં નાના ભૂલકાઓ પણ રોઝા રાખીને ખુદા ની બંદગી કરી રહ્યા છે.
મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસ ના તમામ રોઝા રાખી રહ્યા છે ત્યારે સહીત નાના ભુલકાઓએ પોતાના જીવન નો પહેલો રોજો રાખી ખુદા ની બંદગી કરતા જોવા મળ્યા હતા
પવિત્ર રમઝાન માસ મા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદા ની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયા માં અમન અને શાંતિ માટે દુઆ ગુજારતા નજરે પડે છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


