કુંકાવાવ માં ડોબરીયા પરિવાર દ્વારા નવ નિર્મિત “પરીશ્રમ પ્રવેશ દ્રાર” નું કરાયું લોકાર્પણ….
તા,૧૧ મોટી કુંકાવાવ મુકામે આજે સવારે ૯.૦૦કલાકે ડોબરિયા પરિવાર દ્વારા સ્વ, ભીમજીભાઈ ભગવાન ભાઈ ડોબરીયા,સ્વ પુતળીબેન ભીમજીભાઈ ડોબરીયા,સ્વ મનસુખભાઈ ભીમજીભાઈ ડોબરીયા ના સ્મરણાર્થે કુંકાવાવ ના દેરડી રાજકોટ રોડ પર બનાવવામાં આવેલ નવ નિર્મિત પ્રવેશ દ્રાર નું રીબીન કાપી લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું.*
આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, અમરેલી નગરપાલિકાના ચેરમેન શ્રી પિન્ટુભાઈ, સરપંચશ્રી સંજયભાઈ લાખાણી,ઉપ સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ ચોવટીયા ગ્રામ પંચાયત ના તમામ સભ્યો, આગેવાનો અને જુજ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગ માં કુંકાવાવ ગામ ના પરમ ગૌ ભક્ત શ્રી ગોબરબાપુ ભગત તેમજ સુર્ય મુખી હનુમાનજી મંદિર ના મહંત શ્રી,ભરત નાથજી, સાકરીયા હનુમાનજી મંદિર નાં મહંત શ્રી વામનદાસબાપુ ગોંડલિયા, રેલ્વે સ્ટેશન હનુમાનજી મંદિર થી શ્રી, ભારતીબાપુ,ગોવિંદ સ્વામી સહિતના સંતો ની વિશેષ હાજરી રહેલ હતી જેમાં પરીશ્રમ પ્રવેશ દ્વાર ના દાતાશ્રી ગં,સ્વ, શારદાબેન મનસુખભાઈ ડોબરીયા ના સુપુત્ર શ્રી,ગીરીશભાઈ ડોબરીયા, સુપુત્રી ભુમીકાબેન વિજયભાઈ કોટડીયા,(અમદાવાદ), કૈલાસબેન નિલેશભાઈ ગજેરા(રાજકોટ), કાજલબેન અલ્પેશભાઈ બુટાણી(સુરત) તેમજ ડોબરીયા પરિવાર દ્વારા આવેલ સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો અને સરપંચશ્રી ને ફુલહાર તેમજ ચાદર ઓઢાડી સન્માનિત કરેલ હતાં. પ્રાસંગીક પ્રવચનો બાદ આવેલ સહુ ના આશીર્વાદ મેળવી હતા.સાથે સહુ મહેમાનો નેભાવ થી અલ્પાહાર પણ કરાવવા માં આવેલ હતો.
✍🏻રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ


