Gujarat

કુંકાવાવ માં સાકરીયા પરીવાર ના આંગણે કુળદેવી શક્તિ માતાજી ના નવરંગા માંડવા થયું ભવ્ય આયોજન…

*મોટી કુંકાવાવ માં સાકરીયા પરીવાર ના આંગણે કુળદેવી શ્રી શક્તિ માતાજી ના નવરંગા માંડવા નું ભવ્ય આયોજન તાલુકા પંચાયત કચેરી ની બાજુ માં કરવામાં આવેલ હતું.*
*જેમાં ચૈત્ર સુદ ૧૧ ને રવિવાર તા,૧૬/૪/૨૦૨૩ ના  રોજ સવારે ૭.૦૦કલાકે થાંભલી રોપવામાં આવેલ હતી, બપોર ના ૧૧,૦૦કલાકે  મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવેલ હતુ.*
*આ પ્રસંગે ભુવાશ્રી ઓ તેમજ સાધુ સંતો ના સામૈયા કરી ગુરુ શ્રી વામનદાસબાપુ ગોંડલિયા (સાકરીયા હનુમાનજી દાદા મંદિર કુંકાવાવ) તથા ગુરુ શ્રી સ્વ, શંભુભાઈ લાલાભાઈ લીંમડીયા  ના પ્રતિનિધિ તેમજ કુંકાવાવ ના જાણીતા પરમ ગૌ ભક્ત પ.પુ.ગોબરભગત ના વરદ હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવેલ હતુ.માતાજીના નવરંગા માંડવામાં રાવળદેવ શ્રી વાસુદેવ ભાઈ (જસદણ વાળા)એ સુરીલા કંઠે ડાક ના સુંદર તાલે સુરીલા ગુણગાન નો પ્રારંભ કરી લોકો ના દિલ ડોલાવ્યા હતા.*
*આ શુભ પ્રસંગે મઢ ના રાખડીબંધ ભુવા શ્રી મનસુખભાઈ નાથાભાઈ સાકરીયા,કલમ નાં ભુવા શ્રી મોહનભાઈ ભયલાભાઈ થળેસા તેમજ પંચ નાં ભુવાશ્રી ઓ ની ખાસ ઉપસ્થિતી રહેલ હતી.*
*જ્યારે તા,૧૭/૪/૨૦૨૩ ને સોમવાર ના રોજ સવારે ૭.૦૦કલાકે થાંભલી વધાવવામાં આવેલ હતી.*
*કાર્યક્રમ ના સમાપન માં સમસ્ત સાકરીયા પરીવાર માંધાતા ગ્રુપ દ્વારા આવેલ તમામ મહેમાનો અને ગ્રામજનો નું આભાર દર્શન કરવામાં આવેલ હતું.*
*રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ*

IMG-20230417-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *