જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવતીકાલે ખેતીવાડી વિભાગ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એનએફએસએમ ન્યુટ્રી સિરિયલ યોજના અંતર્ગત ડીસ્ટ્રીક્ટ ફેસ્ટિવલ યોજાશે.જેમાં ખેડૂતો જાડા તૃણ ધાન્ય પાકોનું વાવેતર કરવા પ્રેરાય એ માટે માર્ગદર્શન તેમજ પ્રગતિશીલ ખેડૂતો કૃષિ વૈજ્ઞાનિકોનું વક્તવ્ય યોજાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન થકી યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે. જેની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી વિભાગ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એનએફએસએમ ન્યુટ્રી સિરિયલ યોજના અંતર્ગત ડીસ્ટ્રીકટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખેડૂતો વધુમાં વધુ જાડા તૃણ ધાન્ય પાકોનું વાવેતર કરવા કરતાં થાય અને લોકો વધુમાં વધુ તેમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ બનાવે એ માટેનું માર્ગદર્શન આપવામાં આવશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે તારીખ ૨૧ ના રોજ સવારે ૧૦ કલાકે કલાકે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી શાંતાબેન ખટારીયા, જૂનાગઢ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.વી.પી.ચોવટિયા,જૂનાગઢ કલેક્ટર શ્રી રચિત રાજ, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ ઉપસ્થિત રહેશે.
