છોટાઉદેપુર નગરમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ની ઉપસ્થિતિમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કુલ 7,442 ખેડૂતોને કીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને પ્રયોજના વહીવટદાર કચેરીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર