Gujarat

કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાણપુર તાલુકાના નાનીવાવડી ગામમાં પૂર્વ ભાજપ મહામંત્રીના ઘરની મુલાકાત લીધી….

ભરતસિંહ ડોડીયાના પરીવાર સાથે પરસોત્તમભાઈ રૂપાલા ને અનેરો સબંધ,દેશી ભજનો સાથે ભવ્ય સ્વાગત કર્યુ…..
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા ભાજપના પુર્વ મહામંત્રી અને નાનીવાવડી ગામના ભરતસિંહ ડોડીયા ના પરીવાર સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ને અનેરો સબંધ છે.ભારત સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા રાણપુર તાલુકાના નાનીવાવડી ગામે ભાજપના પુર્વ મહામંત્રી ભરતસિંહ ડોડીયાના ઘરની મુલાકાત લીધી હતી.અને પરીવારજનોની મળ્યા હતા.ભરતસિંહ ડોડીયાના પરીવારજનોએ પરસોત્તમભાઈ રૂપાલા નું દેશી ભજનો સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતુ.અને ભરતસિંહ ડોડીયા ના માતૃશ્રી રૂપાલા એ આશિર્વાદ મેળવ્યા હતા.જ્યારે જ્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા રાણપુર વિસ્તારમાંથી નિકળે ત્યારે અચુક નાનીવાવડી ગામે ભરતસિંહ ડોડીયાના ઘરની મુલાકાતે જાય છે અને હળવાસની પળો માણે છે.પરસોત્તમભાઈ રૂપાલા ની નાનીવાવડી ગામની મુલાકાત સમયે રાણપુર તાલુકા અને બોટાદ જીલ્લા ભાજપના અનેક અમાગેવાનો હાજર રહ્યા હતા….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230310-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *