Gujarat

કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશે જામનગર રેલવે જંકશન ખાતે અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

કેન્દ્ર સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ જામનગર જિલ્લાના
પ્રવાસે પહોંચ્યા છે. ત્યારે તેઓએ જામનગર રેલવે જંકશનની મુલાકાત લીધી હતી, અને રેલવેને લગતાં પ્રશ્નો અને રજૂઆતો
અંગે જામનગર મહાનગરપાલિકા તથા રેલવે વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ રેલવે હસ્તકની જમીન જામનગર મહાનગરપાલિકાના માધ્યમથી વિકસિત કરવા, પાણીના નિકાલ માટે અંડર
પાસનું નિર્માણ કરવા તેમજ રેલવે ફાટક અંગેની મંજૂરી વગેરે બાબતે ઉપસ્થિત અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા
કરી હતી. તેમજ જામનગર રેલવે જંકશનના રી- ડેવલપમેન્ટ અંગનો પ્લાન નિહાળી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, રાજકોટ ડી. આર. એમ. શ્રી
અનિલ જૈન, ભાવનગર ડી. આર. એમ. શ્રી મનોજ ગોયલ, ઇ. નાયબ કમિશનર શ્રી ભાવેશ જાની, શહેર ભાજપ પ્રમુખ શ્રી
વિમલભાઈ કગથરા, શ્રી શ્યામલ કુમાર, શ્રી એમ. એલ. પુરોહિત, શ્રી સુનિલ મિણા સહિતના અધિકારીશ્રીઓ- પદાધિકારીશ્રીઓ
ઉપસ્થિત રહ્યા હતા.

Meeting-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *