કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના નાણામંત્રી શ્રી ડો. ભગવત કરાડના અધ્યક્ષસ્થાને કેન્દ્ર અને ગુજરાત સરકારની યોજનાઓના સ્થાનિક લાભાર્થીઓ સાથે સવાદ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીના હસ્તે જૂનાગઢના ડુંગરપુર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને લાભ સહાય એનાયત કરવામાં આવ્યા હતા.
નાણામંત્રી શ્રી ડો. ભગવત કરાડ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે. જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે દરેક વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેનો લાભ લેવા ઉપસ્થિત લોકોને આહવાન કર્યું હતું .મંત્રીશ્રીએ આ તકે પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ચેક વિતરણ ,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ વિતરણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પૂર્વ પંચાયત મંત્રી શ્રી કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ઠાકોર,સરપંચ શ્રી રવજીભાઈ ધોળકીયા, શ્રી ઝવેરીભાઈ ઠકરાર, પશુ-પક્ષી પ્રાણી કલ્યાણ મંડળના સંચાલક,શ્રી દિનેશભાઈ મૈતર,શ્રી હરીભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડીયા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


