Gujarat

કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતની રજૂઆતના પગલે પાટણ જિલ્લાના બટાટા પકવતા ખેડૂતોને મળશે સરકારી સહાય

પાટણ
ગુજરાત રાજ્યમાં સરેરાશ બટાટાનું અંદાજિત ઉત્પાદન વધુ થવાની શક્યતાના પગલે આવનારી સિઝનમાં બટાટાના ખરીદ ભાવમાં ઘટાડો થશે તેવી રજૂઆતના પગલે રાજ્ય સરકાર ખેડૂતોની વહારે આવી બટાટાના ભાવમાં ઘટાડો અટકાવવાના આગોતરા પગલા તરીકે રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતોને કોલ સ્ટોરેજમાં સંગ્રહ કરવા, રાજ્યની એપીએમસીમાં વેચાણ કરવા માટે અને અન્ય રાજ્યો કે દેશ બહાર નિકાસ કરવા માટે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગરના તારીખ ૬/૦૩/૨૦૨૩ ના પરિપત્રથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, આનંદ અને ખેડા જિલ્લાના ખેડૂતોનો વાહતુક સહાય આપવા માટે સમાવેશ કરવામાં આવેલ હતો. પરંતુ પાટણ જિલ્લાના ખેડૂતો પણ બટાટાનું વાવેતર કરતા હોઈ તેમજ મબલખ ઉત્પાદન મેળવતા હોઈ તેઓ પણ સરકારી સહાયથી વંચિત ના રહે તે માટે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે કૃષિ, સહકાર મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરતાં તેઓએ તાત્કાલિક અસરથી પાટણ જિલ્લાના બટાટા પકવતા ખેડૂતોને ઉપરોક્ત સરકારની વાહતુક સહાયના લાભો મળે તે માટે તાકીદના હુકમો કરતાં પાટણ જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *