Gujarat

કેબિનેટ મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળઅભિયાન-2023 અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ
ચેન્જ વિભાગના મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ
જળઅભિયાન-2023 અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રીશ્રીએ કલેકટર શ્રી ડૉ. સૌરભ
પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. મિહિર પટેલ તેમજ અન્ય વિભાગના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે
સુજલામ સુફલામ જળઅભિયાનના વિભાગવાર કામો અંગે સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત મનરેગાની કામગીરી, ડીપાર્ટમેન્ટલ
કામગીરી, વન વિભાગ, કયા કામો પ્રગતિ હેઠળ છે તેમજ પૂર્ણ થયેલા કામો અંગે માહિતી મેળવીને જામનગર જિલ્લામાં
જળસંચયના કામોને અગ્રિમતા આ૫વામાં આવે તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી. ચોમાસા દરમ્‍યાન વરસાદના પાણીનો
મહત્તમ સંગ્રહ કરી ભૂગર્ભ જળ ઘ્‍વારા વઘુમાં વઘુ રીચાર્જ થાય અને પાણીના જળ ઉંચા આવે તે પ્રકારની જળસંચયની
કામગીરી માટે પગલાં લેવા માટે મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જામનગર શહેરમાં વરસાદી પાણીનો કયા પ્રકારે સંગ્રહ
કરવો જેથી કરીને પાણીનો વયે ન થાય તે બાબતે મેયર શ્રીમતી બીનાબેન કોઠારી સાથે ચર્ચા વિચારણા કરી હતી.
આ બેઠકમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધમરશીભાઈ ચનિયારા, ધારાસભ્યશ્રી મેઘજીભાઈ
ચાવડા, અધિક નિવાસી કલેકટરશ્રી બી. એન. ખેર તેમજ વિવિધ વિભાગના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા
હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *