કેશોદ: કેશોદ શહેરમાં આઝાદી સમયથી રમતગમત ક્ષેત્રે કાર્યરત આઝાદ ક્લબમાં આજરોજ બે દિવસ માટે યોજાયેલી ઓપન ગુજરાત ઈન્વીટેશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ લાભુબેન પીપલીયા, ડીવાયએસપી બી સી ઠક્કર, આઝાદ કલબ નાં ટ્રસ્ટીઓ અને હોદેદારો ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી ટુર્નામેન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો હતો કેશોદ આઝાદ કલબ નાં હોદેદારો દ્વારા મહેમાનો નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ આઝાદ કલબ ખાતે સમગ્ર ગુજરાતમાં ટેબલ ટેનિસ રમતમાં સ્ટાર રેન્કિંગ ધરાવતાં ખેલાડીઓ ની ટુર્નામેન્ટ આઝાદી નાં અમૃત મહોત્સવ નિમિત્તે યોજવામાં આવી છે. કેશોદ ખાતે આઝાદ કલબ દ્વારા આયોજિત ઓપન ગુજરાત ઈન્વીટેશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માં તમામ ખેલાડીઓ માટે રહેવા જમવાની તમામ વ્યવસ્થા દાતાઓના સહયોગથી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્ય નાં સ્ટાર રેન્કિંગ ધરાવતાં ખેલાડીઓ કેશોદ ખાતે યોજાયેલી ઓપન ગુજરાત ઈન્વીટેશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માં પોતાનું કૌશલ્ય દર્શાવી રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ગૌરવ અપાવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. કોરોના મહામારી નાં સમયકાળમાં ઈન્ડરો ગેમ માં લોકોની રુચિ વધી હોવાથી કેશોદ ખાતે યોજાયેલા ઓપન ગુજરાત ઈન્વીટેશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નિહાળવા શહેરીજનો માં ઉત્સાહ જોવા મળ્યો હતો.
અહેવાલ:- નરેશ રાવલીયા કેશોદ


