Gujarat

કેશોદ તાલુકાના ખમીદાણા ગામે સોલંકી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

👁 ચક્ષુદાન-મહાદાન👁
કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં રહેતા સ્વ.મણીબેન કરશનભાઈ સોલંકી  ઉ.વર્ષ.૮૨ નું  તા.૧૬.૦૩.૨૦૨૩ ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયેલ
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સદગતનું ચક્ષુદાન કરવાના સદવિચારને   હરદાસભાઈ બારડ દ્રારા શિવમ ચક્ષુદાન કેન્દ્ર ના નાથાભાઈ ને જાણ કરતા  રાજેશભાઈ સોલંકી દ્વારા  સદગતના નેત્રનું ચક્ષુ દાન  સ્વિકાર કરેલ. આ સમયે ગામના આગેવાનો, કુટુંબીજનો તેમજ સ્વ.મણીબેનના બંન્ને પુત્રો હમીરભાઈ અને ભીખાભાઈ ઉપસ્થિત રહી સહકાર આપેલ.
 સ્વર્ગસ્થના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ પહોંચાડવામાં આવ્યાં હતા
સોલંકી પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા તેમજ જાયંટ્સ ગ્રૂપ માંગરોળ બિરદાવે છે,,,
રીપોર્ટર વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *