Gujarat

કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે રાજ્યપાલને બે મુદ્દાઓને લઈને આવેદન પત્ર આપી કરી રજુઆત…

ગુજરાતમાં લગભગ ૭,૧૦૦ ગ્રામ પંચાયતો, ૭૫ નગરપાલિકાઓ, ૧૮ તાલુકા પાંચયતો આવેલી છે….
ખેડા અને બનાસકાંઠા જિલ્લાની પચાયતની મુદત પૂર્ણ થઈ હોવા છતાં ચૂંટણીઓ થઈ નથી….
ગુજરાતમાં વહીવટદારોનું શાસન આ સરકારે પ્રસ્થાપિત કર્યુંઃઅમિત ચાવડા
પંચાયત ધારામાં ૬ મહિનાથી વધુ વહીવટ દારો મૂકી શકાય તે સંદર્ભે નિયમો હોવા છતાં સરકાર ચૂંટણીઓ કરાવવા માંગતી નથી….
આ સમગ્ર બાબતે રાજ્યપાલ ને તટસ્થ તપાસ કરી આગળ વાત પોહચડવા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે માંગ કરી છે….

ગુજરાતની ૫૨ ટકા વસ્તી અને ૧૪૬ જ્ઞાતિઓના સમૂહને છેલ્લા લાંબા સમયથી થઈ રહેલા અન્યાય બાબતે આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યુ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે આપવામાં આવેલી અંતિમ મુદત તારીખ ૧૨ માર્ચ વીતી જવા છતાં, ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા, સત્વરે દરમિયાનગીરી કરવા માટે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *