Gujarat

કોંગ્રેસ ના કાર્યકરોને જાગૃત કરવા તાલુકા કક્ષાનું ભારત સત્યાગ્રહ સંમેલન યોજાયુ,,,

માંગરોળ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતી દ્વારા જય ભારત સત્યાગ્રહ તાલુકા કક્ષાનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ને જેલની સજા સંભળાવવી, સભ્ય પદ રદ કરવું, તેમને મળતી ઘર અને સુવિધાઓ પાછી લઈ લેવી જેનો મતલબ ભારતમાં લોકશાહી ઉપર હુમલો કરી હિટલરશાહી ઉભી કરવામાં આવી તે અંગે જાગૃત્તત્તા લાવવા તાલુકા કક્ષાના સંમેલન યોજી સત્તા સ્થાને થી સરકાર હટાવવા આહવાન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રદેશ ઉપ પ્રમુખ હીરાભાઈ જોટવા, જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરા, તાલુકા શહેર પ્રમુખ વિગેરે જિલ્લા તાલુકાના આગેવાનો, વેપારીઓ, કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ સંમેલનમાં રાહુલ ગાંધી પર જે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યાં તેને વખોડી કાઢી અત્યારની સરકાર હિટલરશાહી વલણ અખત્યાર કરતી હોય તેવો આક્રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઇએ કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ કરતાં જણાવ્યું કે સત્તાપક્ષ વિરૂદ્ધ 78 ટકા મતદાન થયું મતલબ હાર માટે નવા પક્ષને જવાબદાર ઠેરવી ગુજરાતમાં અન્ય પક્ષ ક્યારેય ફાવ્યો નથી તેમ છતાં જીતની પાતળી સરસાઇ બદલ કાર્યકરોની મહેનતના વખાણ કર્યા હતાં. અને સોશ્યલ મીડિયામાં અકટિવ થઈ પોતાના હક્ક માટે અવાજ ઉઠાવવા હાકલ કરી હતી.
બાઈટ.હીરાભાઈ જોટવા (કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ
રિપોર્ટર,, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

20230416_191730.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *