વેરાવળ શાપર મા રામાનંદી સાધુ સમાજ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર સંકટ મોચન હનુમાનજી ના જન્મોત્સવ મનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તા.૦૬/૦૪/૨૩ ને ગુરુવાર ના દિવસે હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન દિવસે દેશભરમાં હનુમાનજી દાદા ના મંદિરો માં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વેરાવળ-ગામ ની ખોડિયાર નગર-શેરી નં-1 મા આવેલ શ્રી રામદૂત સ્કૂલ ખાતે ભવ્ય ઉજવણી કરાશે જેમાં
હનુમાનજી મહારાજ ની શોભાયાત્રા,સ્થાપના, પૂજન અર્ચન,શ્રી હનુમાન ચાલીશા ના પાઠ,તથા શ્રી રામ સ્તુતિ સામુહિક મા,તેમજ સ્વાગત પ્રવચન,જ્ઞાતી ઉત્કર્ષ અને વિકાસ ની ચર્ચાઓ,વહીવટી હિસાબો ની જાહેરાત, અને
સહીત વિવિધ ઉજવણીઓ કરાશે, અને હનુમાનજી મહારાજ નો જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે ત્યારે સર્વે જ્ઞાતી બંધુઓ સહ પરિવાર જ્ઞાતી સંગઠન એકતા અને વિકાસ ના કાર્યો ને પ્રોત્સાહિત કરવા આમંત્રણ પાઠવેલ છે. જેથી સર્વે સાથે બેસી મહાપ્રસાદ નો લાભ લેવા આમંત્રણ પાઠવવા માં આવ્યું છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ
