કોટડાસાંગાણી તાલુકા અને લોધીકા ઘટક ના નાના ભૂલકાઓ ને ગ્રામ સ્વરાજ મંડળ ના પ્રમુખશ્રી ધીરુભાઈ ધાબલિયા દ્વારા આંગણવાડી પ્રવેશ ઉત્સવ હેતુ બાળકોને ઉત્સાહ રહે તે હેતુસર 3 વર્ષ પૂર્ણ કરેલ આંગણવાડી માં પ્રવેશ પાત્ર કોટડા સાંગાણી અને લોધિકાઆંગણવાડી માં પ્રવેશ પામત બાળકો માટે નાની પાણી ની બોટલ નુ વિતરણ કરવામાં આવેલ જેમાં બાળ વિકાસ યોજના અધિકારી શ્રી પૂજાબેન જોશી ના સંનિષ્ઠ પ્રયાસ થી ગ્રામ સ્વરાજ મંડળના પ્રમુખશ્રી ધીરુભાઈ ધાબલીયા દ્વારા તેઓએ બાળકો માટે વોટર બોટલનું દાન કરેલ છે સાથે શાપર-વેરાવળ ક્લસ્ટર ના બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવતા બાળકો ને પણ વોટર બોટલ લાભ આપવામાં આવેલ છે. જેમાં આ તકે
કોટડા સાંગાણી તાલુકા માં તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી,અરવિંદભાઈ સિંધવ તાલુકા વિકાસ અધિકારી શ્રી રોનકભાઈ ઠોરિયા અને CDPO પૂજાબેન જોશી ના હસ્તે વિતરણ કરાયેલ જ્યારે લોધિકા ઘટક માં તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન રાઠોડ, ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા અને લોધીકાના સરપંચશ્રી સુધાબેન અને ઉપસરપંચ દિલીપભાઈ મારકણા હસ્તે વિતરણ કરવામાં આવેલ
બંને ઘટક અને વેરાવળ ક્લસ્ટરમાં કુલ મળીને 948 પાણી ની નાની બોટલો નુ વિતરણ કરવામાં આવેલ છે. જેમાં આ તકે કોટડાસાંગાણી તાલુકા ના આંગણવાડી ના બહેનો સહીત મોટી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંલજ ટીલાવત શાપર-વેરાવળ


