*અગાઉ આ દુકાનદારોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી*
વહેલી સવાર થીજ કોટેશ્વર રોડ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોવા મળ્યો હતો. ત્યારે ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કામગીરી માં કોઈપણ રૂકાવટ કે બાધા ન આવે તે હેતુથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ કોટેશ્વર ખાતે હાજર રહ્યો હતો અને ચુસ્તપને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
કોટેશ્વર ચીખલા રોડ પર આવેલી 16 જેટલી દુકાનો જે ગેરકાયદેસર દબાણમાં હતી તેમને દૂર કરવાની કામગીરી આજે હાથ ધરાઇ હતી. અગાઉ આ દુકાનદારોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. ત્યારે આજે સવારથી જ પોલીસ કાફલા સાથે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર હતા અને જેસીબીના મદદ થી ગેરકાયદેસર દબાણો ને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જંગલ વિસ્તારમાં આવતી ગેરકાયદેસર દબાણ અને દૂર કરવા બાબતે કોટેશ્વર અને ચિખલા રોડ પર દબાણદારોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી ત્યારે આજે સમગ્ર મામલે જેસીબી અને મોટી સંખ્યામાં પોલીસ કાપલા સાથે અધિકારીઓ ની હાજરીમાં ગેરકાયદેસર દબાણ માં આવેલી 16 જેટલી દુકાનનોને દૂર કરવાની કવાયત હાથ ધરાઈ હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


