Gujarat

કોબા પ્રાથમિક શાળામાં બિરલા સેલ્યુલોઝ કંપની દ્વારા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો                    

નવજાત શિશુથી ૧૪ વર્ષ સુધીની ઉંમરનાં તમામ બાળકોનાં આરોગ્‍યની જવાબદારી રાજ્યની આરોગ્‍ય વિભાગ દ્વારા નિભાવવામાં આવે છે. બાળકોમાં પાંડુરોગ જેવી બીમારીઓથી માંડી હૃદય, કીડની અને કેન્‍સર જેવી ગંભીર બીમારીઓની સારવાર રાજ્યમાં તેમજ રાજ્ય બહારની ખ્‍યાતનામ હોસ્‍પિટલોમાં વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત પ્રતિ વર્ષ બાળકોની આરોગ્‍યની તપાસણી કરવામાં આવે છે.
               જે સંદર્ભે બિરલા સેલ્યુલોઝ કંપની દ્વારા પ્રતિ વર્ષ કોબા શાળાનાં બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. આજનાં આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય ડો.ધર્મેશ પટેલ તથા સ્ટાફ દ્વારા ઉપસ્થિત ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગામનાં સરપંચ દિલીપભાઈ પટેલ દ્વારા મુખ્ય જવાબદારી નિભાવનાર રીંકલ મેડમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે કંપનીની સેવાને બિરદાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230219-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *