જૂનાગઢ મહિલા આઈ.ટી.આઈ માં પ્રવેશ સત્ર ૨૦૨૩ નો આરંભ થયો છે.
મહિલા તાલીમાર્થી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ મહિલા ખાતે ચાલતા વિવિધ પ્રકારના એનસીવીટી પેટર્નના વ્યવસાયિક કોર્ષ જેવા કે કોમ્પ્યુટર બ્યુટીપાર્લર ફેશન ડિઝાઈન અને સીવણ જેવા વ્યવસાયમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશ સત્ર ૨૦૨૩ માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.
પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ Itiadmission.gujarat.gov.in ની વેબસાઈટ પરથી ભરી શકશે. તેમજ સંસ્થા ખાતે વિનામૂલ્ય ફોર્મ ભરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ મહિલાનો રૂબરૂ સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
