જૂનાગઢ વાસ્મો દ્વારા વંથલી તાલુકાના કોયલી ગાm ખાતે પીવાના પાણી માટે અંદાજે રુ.૭૪.૮૧ લાખના કામો મંજૂર કરવામાં આવ્યા છે. કોયલી ગામની ૨,૪૨૯ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા કોયલી ગામના પીવાના પાણીના વિકાસકામો માટે અંદાજે રુ.૭૪.૮૧ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં આર.સી.સી. ઉંચી ટાંકી, વિતરણ પાઇપલાઇન, સમ્પ, રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, ગ્રેવીટીમેઇન પાઇપલાઇન, પમ્પીંગ મશીનરી, હેડ, ટી સિસ્ટમ, પાવર કનેક્શન, ટેન્ડર ચાર્જ સહિતના કામો હાથ ધરવામાં આવશે.
