કોરોનાની સંભવિત લહેરના પગલે જિલ્લામાં કોવિડ-૧૯ મોકડ્રીલ યોજવામાં આવી
—
અમરેલી તા. ૧૧ એપ્રિલ,૨૦૨૩ (સોમવાર) તાજેતરમાં વૈશ્વિક સ્તરે કોવિડ-૧૯ને લઈ ચિંતાજનક સ્થિતિ બની છે. કોરોના કેસોમાં ચિંતાજનક વધારો પણ નોંધાય રહ્યો છે ત્યારે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોવિડ-૧૯ સામે તંત્રની સજાગતા ચકાસવા માટે કોવિડ-૧૯ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં કોવિડ-૧૯ નિયંત્રણ માટેની તમામ વ્યવસ્થા જેમ કે, ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર, આઈ.સી.યુ., બેડની વ્યવસ્થા અને તેની ઉપલબ્ધતા, દવાઓનો જથ્થો, ઓક્સિજન કન્સન્ટ્રેટર, ફાયર સેફ્ટિ સહિતની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કોઈ બાબતે કચાશ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો પણ સાંકળી લેવામાં આવ્યા હતા. એમ, તમામ
આરોગ્ય કેન્દ્રો ખાતે નિશ્ચિત સમયમર્યાદા દરમિયાન મોકડ્રીલ કામગીરી પૂર્ણ થઈ હતી, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ધર્મેશ વાળા ૦૦૦
