Gujarat

ક્રિકેટ રમતાં રમતાં મોતનો વધુ એક બનાવ:અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં GST ઓફિસરનું ચાલુ મેચે હાર્ટ એટેકથી મોત, આખરી ક્ષણો કેમેરામાં કેદ

આજે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા યુવાનો માટે હાર્ટ એટેકની સમસ્યા જીવલેણ બની રહી છે. છેલ્લા એક મહિનાથી ગુજરાતનાં વિવિધ શહેરોમાં યુવાઓનાં ચિંતાજનક રીતે આકસ્મિક મોત નીપજી રહ્યાં છે. તેમાં પણ ક્રિકેટ કે ફૂટબોલ રમતા જોતજોતામાં યુવાઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે. આ ઘટનાઓ ચિંતામાં વધારો કરી રહી છે તેવામાં અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં આવેલા ક્રિકેટ મેદાનમાં એક યુવા જીએસટી ઓફિસરનું મેચ દરમિયાન મોત થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

કેમેરામાં કેદ અંતિમ ક્ષણોમાં શું દેખાય છે
અમદાવાદના ભાડજમાં ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ ચાલી રહી છે. GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચાલતી મેચમાં મૂળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામના વતની વસંત રાઠોડ બોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગભરામણ થતી હોય તેવી રીતે વર્તન કરી રહ્યા છે. જે બાદ અચાનક જ તેઓ બેસે છે અને પછી પાછા ઊભા થાય છે. પરંતુ તબિયતમાં કંઈ સુધારો ન લાગતા ફરી બેસે છે અને ઢળી પડે છે. જે દરમિયાન ક્રિકેટ રમતા અન્ય ઓફિસર્સ તેમની નજીક દોડી જાય છે અને તેમને CPR આપવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તેમને પીઠમાં માલિશ કરવાનો પ્રયાસ કરે છે. આમ જીએસટી ઓફિસર વસંત રાઠોડને ક્રિકેટ રમતા આવેલા હાર્ટ એટેક સમયનાં દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં.વસંતે બેટિંગમાં પણ 14 બોલમાં 16 રન ફટકાર્યા
ભાડજના શાંતિનિકેતનના મેદાનમાં જીએસટી ઓફિસર્સ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ ચાલી રહી હતી. તે દરમિયાન વસંત રાઠોડને હૃદયનો હુમલો આવ્યો હતો. વસંતને હાર્ટ એટેક આવ્યો તે પહેલાં મેચમાં શાનદાર બોલિંગ કરીને તેમણે 2.5 ઓવરમાં એક વિકેટ પણ ખેરવી હતી. એટલું જ નહીં બેટિંગમાં પણ 14 બોલમાં 16 રન ફટકાર્યા હતા. પહેલી બેટિંગમાં જીએસટીની ટીમ દ્વારા 20 ઓવરમાં 104/10 સ્કોર કર્યો હતો.ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા
પહેલી બેટિંગમાં જીએસટીની ટીમ દ્વારા 20 ઓવરમાં 104/10 સ્કોર કર્યો હતો. જ્યારે બીજી બેટિંગમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમનો સ્કોર 7.1 ઓવરમાં 45/4 હતો. જોકે જીએસટી ઓફિસર વસંત રાઠોડને ચાલુ મેચ દરમિયાન જ હાર્ટ અટેક આવતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ દરમિયાન મેચ રોકી દેવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમને વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી.
સાથી ઓફિસરને રમતાં-રમતાં મળેલા મોતથી સૌ શોકમગ્ન
વસંત રાઠોડને હાર્ટ અટેક આવતા સમગ્ર જીએસટી ઓફિસર્સની ટીમ સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. પોતાના સાથી જીએસટી ઓફિસરને આવેલા જીવલેણ હાર્ટ અટેકથી ટીમ સ્તબ્ધ હતી. સાથી ઓફિસરને રમતાં-રમતાં મળેલા મોતથી સૌ શોકમગ્ન છે.રાજકોટમાં એક મહિનાની અંદર ત્રણ ઘટના બની
રાજકોટમાં ક્રિકેટ રમતાં રમતાં ત્રીજા યુવાન જિજ્ઞેશ ચૌહાણને હાર્ટ-એટેક આવ્યો અને મેદાનમાં જ ઢળી પડ્યો હતો. એકસાથે ઉપરાઉપરી ત્રણ એટેક આવી જતા જિજ્ઞેશનું મોત નીપજ્યું હતું. જિજ્ઞેશે 30 રનની ઇનિંગ પણ રમી હતી. જોકે, આ ઇનિંગ તેની જિંદગીને અંતિમ ઇનિંગ સાબિત થઈ હતી. બીજી તરફ સુરતમાં પણ આજે હસતો રમતો યુવક અચાનક જ મોતને ભેટ્યો હતો. ક્રિકેટ રમી ઘરે પરત આવ્યા બાદ અચાનક છાતીમાં બળતરા અને ગભરામણ થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ અચાનક તેનું મોત થયું પછી હતું. યુવક કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.વરાછામાં યુવકનું રહસ્યમય મોત
સુરતના વરાછા સ્થિત જોલી એન્કલેવમાં રહેતો, હસતો રમતો અને સ્વસ્થ સ્વાસ્થ્ય ધરાવતો 27 વર્ષીય યુવક પ્રશાંત કાંતિભાઈ ભારોલિયાનું અચાનક જ મોત નીપજ્યું હતું. પ્રશાંત ભારોલિયાનું અચાનક રહસ્યમય સંજોગોમાં મોત થઈ જતા અનેક પ્રશ્નો ઊઠ્યા છે. યુવક સવારે હસતો રમતો હતો અને મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમી પરત આવ્યો અને થોડી જ વારમાં ઘરે અચાનક છાતીમાં બળતરા થવા લાગી અને ગભરામણ થવા લાગી હતી. જેને લઈ પરિવાર દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ અચાનક જ તેનું મોત નીપજ્યું હતું.
ઉમંગરાવલ  ;-6353933736

1_1677380056.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *