Gujarat

ખંભાતના વડગામ ખાતે ઝાડ કાપવાની તકરારમાં બે શખ્સો બાખડ્યા

ખંભાત
ખંભાત તાલુકાના વડગામમાં મજૂરી કામે ગયેલા બે શખ્સો ઝાડ કાપવા બાબતે લઈને બાખડા હતા. જે પૈકી એક જણાએ ધારિયાથી હુમલો કરતા એક જણનો ડાબો કાન કપાઈ ગયો હતો અને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અમને ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનને હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી હુમલાખોરની ધરપકડ કરી દેવામાં આવી છે. ખંભાત તાલુકાના વડગામ ગોધરાપુર વિસ્તારમાં ગગજી વીરસંગ પરિવાર સાથે રહે છે. આ વિસ્તારમાં શંકર સોલંકી રહે છે તે છૂટક મજૂરી કામ કરી જીવન ગુજારો ચલાવે છે. વડગામ સીમમા શંકર અને ગગજી બંને મજૂરી કામે ગયા હતા. દરમિયાન ઝાડ કાપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી ઉગ્ર સ્વરૂપમાં પરિણામી હતી. જેમાં ઉશ્કેરાયેલા અંતરે તેમના હાથનું ધાર્યાથી ગગજી પર વાર કરતાં ગગજીનો ડાબો કાન કપાઈ ગયો હતો. જે ડાબી આંખ નીચે ગળામાં જમણી બાજુ અને ડાબા પગે ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ વાયુ વેગે સમગ્ર ગામમાં ફેલાઈ જતા તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. જ્યાં તેઓને ગંભીર હાલત હોય આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને હત્યાંના પ્રયાસનો ગુનો નોંધી શંકર સોલંકીની ધરપકડ કરી જેને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલવાનો આદેશ કરાયો છે. જાેકે હાલમાં ઇજાગ્રસ્ત ભાનમાં આવે પછી સમગ્ર ઘટના શું બની હતી તેના પરથી પડદો ઉંચકાય તેમ માનવામાં આવે છે. આ ઘટનાની તપાસ ખંભાત ગ્રામ્ય પોલીસ કરી રહી છે.

Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *