પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ તરફથી ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે તા.૧/૨/૨૦૨૩ થી તા.૧૫/૨/૨૦૧૩ સુધી દિન – ૧૫ ની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી ગુમ/અપહરણ થયેલ બાળકો, સગીરાઓની માહિતી એકત્રિત કરી, આ બાળકો તથા સગીરાઓને શોધી કાઢવા તથા સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ખાંભા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૩૦૦૧૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામે ગઇ તા.૧૪/૦૧/૨૦૨૩ નાં રોજ ખાંભા, ખડાધાર રોડ પાસે રાહગાળા વિસ્તારમાંથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી, નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે આજરોજ તા.૧૪/૦૨/૨૦૨૩ ના રોજ અમરેલી મુકામેથી પકડી પાડી, પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
પ્રવિણ ઉર્ફે પીન્ટુ મુળુભાઇ વાઘેલા, ઉ.વ.૨૮, રહે.જુનાગઢ, ફુલીયા હનુમાન મંદિર પાસે, ઉપરકોટ રોડ, તા.જિ.જુનાગઢ મુળ રહે.કાંધીપડા, તા.ગીરગઢડા, જિ.ગીર સોમનાથ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, મનીષભાઇ જોષી તથા હેડ કોન્સ. દયાબેન જસાણી તથા પો.કોન્સ. નિકુલસિંહ રાઠોડ, લીલેશભાઇ બાબરીયા, ભાવિનગીરી ગૌસ્વામી, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


