Gujarat

ખુમાણ પરિવારની સમાજ સેવાથી પ્રભાવિત સુપ્રસિદ્ધ લેખક, કોલમિસ્ટ મોટીવેશનલ સ્પીકર જય વસાવડા ખાસ સાવરકુંડલાની મુલાકાતે

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગઈકાલે સાવરકુંડલા મુકામે કુંડલા સ્ટેટનાં મૂળ ગિરાસદાર પરિવાર કાઠી ક્ષત્રિય પરિવારની વિવિધ સમાજલક્ષી અને સુધારણાવાદી વિચારસરણીથી વાકેફ અને પ્રભાવિત સુપ્રસિદ્ધ લેખક, કોલમિસ્ટ, મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ ખાસ મુલાકાત લઈ ખુમાણ પરિવારનાં મોભી પ્રતાપભાઈ ખુમાણ સાથે ગોષ્ઠી કરી હતી. આ તબક્કે આ ક્ષત્રિય પરિવારે પોતાની પરંપરા મુજબ પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જય વસાવડાએ પોતે બાપુ જોગીદાસબાપુ ખુમાણની ખાનદાની, રખાવટ, પવિત્રતા, નેકી-ટેકી, ક્ષાત્રવટ,થી ખૂબ જ  પ્રભાવિત થયા હતા અને ઘણા પ્રવચનોમાં તેમનાં અજોડ બહારવટાનો ઉલ્લેખ પણ કર્યો છે એવું જણાવ્યું હતું.

IMG-20230110-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *