સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ તારીખ ૧૫-૫-૨૩,ને સોમવારે બપોરના સમયે નાવલી નદીમાં નુતન લોજ પાસે ગટર ઉભરાતાં આજુબાજુના દુકાનમાલીકોએ તેમજ લોજવાળા સહિતના તમામે આ ગટર સફાઈ કરાવી આપવા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીને ફોન કરીને જાણ કરેલ કે આ ગટર ઉભરાઈ છે અને આ બપોરના કાળઝાળ તડકાને લીધે ખૂબ દુર્ગંધ આવે છે તો આપ આપના દ્વારા આ કામ કરાવી આપવા ફોન કરેલ હતો …અને જેવો આ દુકાનદારો અનૈ લોજ વાળાની રજુઆતનો ફોન આવતાં જ તાત્કાલિક બપોરના ત્રણ વાગ્યે ધોમધખતાં તાપ વચ્ચે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીએ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સાથે રાખીને જેટીગ મશીન દ્વારા અને ગટર કુંડીમાંથી ગાળ કાઢીને આ ધોમધખતાં તાપ વચ્ચે પણ આ ગટરની દુર્ગંધ દૂર કરાવી આપતાં તમામ દુકાનદારો તૂમજ લોજવાળા સહિત તમાંમ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીનો આભાર માની તેની સેવાકીય ભાવનાને બિરદાવી.


